નવી દિલ્લીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે ત્યાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે પણ લદ્દાખમાં તણાવ જોવા મળ્યો હતો. આ પહેલા પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના જવાન ક્ષેત્રમાં ધસી આવ્યા હતા. જ્યાં મનરેગા સિચાઇનું કામ ચાલી રહ્યું હતું. અને તેને રોકી દવામાં આવ્યું હતું. આ ઘટના બુધવાર બપોરે લેહથી 250 કિમી દૂર ડેમચોક સેક્ટરમાં આવી પહોંચ્યા અને તેમણે મનરેગા હેઠળ ચાલી રહેલી કામગીરી અટકાવી દીધી હતી.


અહીં એક ગામને ગરમ પાણીના ઝરણાંથી જોડવાનું કામ ચાલી રહ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે, સૂચના મળતા સેના અને આઇટીબીપીની ટીમ ત્યાં ધસી આવી હતી અને તેણે ચીનના સૈનિકોએ પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. હાલ ચીનની સેના ત્યાં પોતાની પોઝિશન લઇને અડગ છે. તેમણે બેનર લગાવી દીધો છે. તેણે ચારદિંગ-નિલુંગ નાળા નજીક તંબૂ પણ લગાવી દીધા છે. સેના અને આઇટીબસીના 70 સભ્યોની ટીમએ ઘેરાબંદી કરી તેમને અટકાવી દીધા છે. ચીનની સેનાએ કામ બંધ કરવાની માગ કરી છે. તેમનું કહેવું હતું કે બંને પક્ષોએ કામ શરૂ કરતાં પહેલા મંજૂરી લેવી પડશે. ભારતીય પક્ષે ઇનકાર કરતાં કહ્યું માત્ર રક્ષા સંબંધિત નિર્માણ માટે લાગુ પડે છે.

સેનાના અધિકારીઓએ કહ્યું કે કોઇ વિવાદ થયો નથી. આવી સ્થિતિ અવારનવાર સર્જાય છે. પ્રક્રિયા હેઠળ મુદ્દાનો ઉકેલ લવાશે. બે વર્ષ પહેલા પણ મતભેદો ઊભા થયા હતા નિલુંગ નાળા ક્ષેત્ર ઉપર ચીન સાથે અવારનવાર મતભેદો થતાં રહે છે. ક્ષેત્રમાં 2014 માં પણ ચીનની સેના સાથે આપણી સેનાની અથડામણ થઇ હતી. તેના બાદ નિલુંગ નાળા ઉપર મનરેગા હેઠળ નાની સિંચાઇ નહેર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ITBPના જવાનોએ ચીની સૈનિકોને તગેડ્યા