નવી દિલ્લી: લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવની વચ્ચે, ભારતીય વાયુસેનાએ ગુરૂવારે પોતાના લડાકૂ વિમાન ચીનની સીમા પાસે નજીકમાં લેંડ કરાવ્યા હતા. એરફોર્સે સી-17 ગ્લોબલમાસ્ટર એરક્રાફ્ટને મેચુકાના એડવાંસ્ડ લેંડિંગ ગ્રાઉંડ પર લેંડિગ કરાવ્યું હતું. આ જગ્યા પશ્વિમી હિમાલયમાં લદાખથી લઈને પૂર્વ હિમાલયમાં અરૂણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી 3,500 કિલોમીટર લાંબી સીમાથી માત્ર 29 કિલોમીટર દૂર છે. વિમાને 4,200 ફુટ રનવે પર લેંડ કર્યું જે ભારતીય વાયુસેનાની દેશમાં દુર્ગમ વિસ્તારમાં પહોંચની ક્ષમતાને પ્રર્દશિત કરે છે. મેચુકા અરૂણાચલ પ્રદેશના પશ્વિમી સિયાંગ જિલ્લામાં છે. એરફોર્સનું કહેવું છે કે આટલી ઉંચાઈથી દુર્ગમ વિસ્તારો અને ઉંચા પહાડો પર સૈનિકોને લઈને જવામાં મદદ મળે છે. લદાખ અને અરૂણાચલ પ્રદેશમાં આવા ધણા લેંડિગ ગ્રાઉંડ બનાવવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે બુધવારે ભારત-ચીન વચ્ચે લદાખમાં તણાવની ખબર સામે આવી છે.

પીએલએના જવાનો એ વિસ્તારમાં ગયા જ્યાં મનરેગા યોજનામાં સિંચાઈ નિર્માણનું કામ ચાલું હતું જેને રોકી દેવામાં આવ્યું હતું. આ ધટના બુધવારે બપોરે દેમચોક સેક્ટરમાં બની જે લેહથી આશરે 250 કિલોમીટર પૂર્વમાં છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ એક ગામને હૉટ સ્પિંગ થી જોડવાનું કામ ચાલી રહ્યું હતું.

સુત્રોએ જણાવ્યું કે આશરે 55 જેટલા ચીની સૈનિકો આવ્યા અને કામ રોકી દિધું, ત્યારબાદ સેના તથા ભારત-તિબેટ સીમા પોલીસના જવાનો ત્યાં પહોંચ્યા અને તેમણે ચીની સૈનિકોની રોક્યા. સેના તથા આઈટીબીપીના જવાનો ચીની સૈનિકોને એક ઈંચ પણ આગળ નથી વધવા દઈ રહ્. ત્યારે પીએલએ એ દાવો કર્યો છે કે આ ક્ષેત્ર ચીનનું છે