કાઉન્સિલ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ ધોરણ 10 (ICSE) અને 12માં (ISC)ની પરીક્ષા 2021ની તારીખોની જાહેરાત કરી છે. ધોરણ 10ની પરીક્ષા પાંચ મેથી અને ધોરણ 12ની પરીક્ષા આઠ એપ્રિલથી શરૂ થશે.


આઈસીએસઈ ક્લાસ 12

આઈસીએસઈ બોર્ડ ધોરણ 12 એટલે આઈસીએસઈ બોર્ડની પરીક્ષા 8 એપ્રિલ 2021 થી શરૂ થશે.

8 એપ્રિલ- કોમ્પ્યૂટર સાયન્સ પેપર-2 પ્રેક્ટિકલ-પ્લાનિંગ સેશન હશે
09 એપ્રિલ - હોમ સાયન્સ અને ઈન્ડિયન મ્યૂઝિક પેપર- 2 ના પ્રેક્ટિકલ્સ હશે.
05 મે- બિઝનેસ સ્ટડીઝની પરીક્ષા સાથે બોર્ડની થિયરી પરીક્ષા શરૂ થશે.
પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
કેટલાક પેપરની પરીક્ષા સવારે 9 વાગ્યાથી હશે.

આઈસીએસઈ ક્લાસ 10

સીઆઈએસસીઈ ક્લાસ 10 (ISCE) પરીક્ષા 05 મેથી શરૂ થશે.
પ્રથમ દિવસે ઈંગ્લિશ લેંગ્વેઝ પેપર-1 હશે.
સીઆઈએસસીઈ 10ની પરીક્ષા દિવસે 11 વાગ્યાથી શરૂ થશે.
કેટલાક પેપરની પરીક્ષા સવારે 9 વાગ્યાથી હશે.
આઈસીએસઈ બોર્ડની આધિકારીક વેબસાઈટ cisce.org પર બંને ધોરણની પરીક્ષાની ડેટ શીટ જોઈ શકાશે.