બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા તેમના સવાલોના જવાબ આપ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યુ કે, જ્યાં જરૂર પડશે અમે મમતા બેનર્જી સાથે છીએ. અમારો પ્રથમ પ્રયાસ ભાજપને બંગાળમાં આવતા રોકવામાં આવે. મમતા બેનર્જીને જીતાડવા માટે અમે તમામ પ્રયાસ કરીશું. ભાજપે દેશના લોકોને છેતરવાનું કામ કર્યું છે.
આરજેડી નેતાએ કહ્યું કે, મમતા બેનર્જીને વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ સમર્થન આપવા માટેનો નિર્ણય રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે કર્યો છે, તેમનો નિર્ણય છે કે બંગાળમાં રાજદ, ટીએમસીનું સમર્થન કરે. તેજસ્વી યાદવે કહ્યુ કે, અમારી પ્રાથમિકતા અને પ્રથમ પ્રયાસ ભાજપને બંગાળમાં આવતા રોકવામાં આવે.