નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. લોકો બીમાર થઈ રહ્યા છે. કોરોનાના ટેસ્ટથી લઈને પોઝિટિવ આવવા પર સારવાર લેવા સુધી લોકો પરેશાન છે. જરૂરી દવાઓ ઓછી પડી રહી છે, ઓક્સીજન માટે લોકો આમ તેમ ભટકી રહર્યા છે. કોરોનાએ લોકોને ડરવા માટે મજબૂર કર્યા છે.


ડરના આ સમયમે કેટલીક ખોટી જાણકારી પણ લોકો સુધી જાણતા અજાણતા પહોંચી રહી છે. આવી જ એક ખોટી જાણકારી આપવામાં આવી છે કે, શાકાહારી લોકો અને ધુમ્રમાન કરનાર લોકોને કોરોના વારસચનો ચેપ લાગવાનું જોખમ ઓછું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે.


મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘વૈજ્ઞાનિક અને ઉદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)ના સર્વેમાં સામે આવ્યું છે કે, ધુમ્રપાન કરનાર અને શાકાહારી ભોજન લેતા લોકોને કોરોના વાયરસનું જોખમ ઓછું રહે છે.’ જોકે જ્યારે PIBના ફેક્ટ ચેક તેની સાચી જાણકારી તપાસો તો કંઈક બીજું જ બહાર આવ્યું છે.




PIB ફેક્ટ ચેકે મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલ આ દાવાને ખોટો ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેકે કહ્યું કે, હાલમાં સીરોલોજિકલ અધ્યનના આધારે કોઈપણ નિષ્કર્ષ કાઢવામાં નથી આવ્યું કે શાકાહારી આહાર લેનાર અને ધૂમ્રપાન COVID-19 સામે રક્ષણ કરી શકે છે. PIB ફેક્ટ ચેકે મીડિયા રિપોર્ટ્સના દાવાને ખોટો ગણાવ્યો છે.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.