નવી દિલ્હીઃ કોરોના વાયરસ સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારનું કહેવું છે કે જે લોકો સિગરેટ પીવે છે તેમને કોરોના વાયરસનું જોખમ વધારે છે. જણાવીએ કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ હેલ્પલાઈન નંબર પર ઘણાં લોકો કોરોના વાયરસ સાથે જોડાયેલ સવાલ પૂછી રહ્યા છે. પીઆઈબીએ ટ્વીટ કરીને તેના વિશે જાણકારી આપી છે.

જ્યારે કેટલાક લોકોએ સવાલ પૂછ્યો કે, શું સિગરેટ પીનારા અને તંબાકુનું સેવન કરનારા લોકોને કોવિડ-19નું વધારે જોખમ છે? જવાબમાં કહ્યું કે, “સિગરેટ પીનારા લોકોને કોરોના વાયરસને લઈને વધારે સાવચેત રહેવાની જરૂરત છે. સિગરેટ પીવામાં હાથ અને હોઠનો ઉપયોગ થાય છે. જેના કારણે વાયરસ મોંઢાની અંદર જઈ શકે છે અને તમને સંક્રમિત કરી શકે છે.”

જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝને પણ સ્પષ્ટ કર્યું છે કે દારૂ અને સિગરેટ પીનારાઓને કોરોનાનું જોખમ વધી જાય છે. WHOએ કહ્યું કે, આ યોગ્ય સમય છે જ્યારે તમે સ્મોકિંગ છોડી દો. WHOએ ઘણી સલાહ આપી છે, જેમ કે સારું ખાવાનું, પૂરતી ઉંઘ લેવાની અને સતત પોતાના શરીરને એક્ટિવ રાખવાનું.


વધી રહ્યો છે કોરોનાનો કહેર

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દેશમાં વધીને 722 પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 16 લોકોના મોત થયા છે જ્યારે 50 દર્દી સાજા થઈ ગઆ છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે કેરળમાં છે જ્યાં 137 દર્દી છે. મહારાષ્ટ્રમાં 125, કર્ણાટકમાં 55, તેલંગાણામાં 44, ગુજરાતમાં 43, યૂપીમાં 42, રાજસ્થાનમાં 40, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય  પ્રદેશમાં 20 દર્દી છે.