નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘણા રાજ્યોમાં મલ્ટીપ્લેક્સ ખૂલી ગયા છે પરંતુ 7 ટકા લોકોએ જ આગામી 60 દિવસમાં ફિલ્મ જોવા જવાનું જણાવ્યું હતું. લોકલસર્કલ્સ સર્વે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકોમાં મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જવા અંગે કોરોનાનો ભય હોવાનું જણાયું હતું. દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશષ ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં થિયેટર્સ અને મલ્ટીપ્લેક્સ સરકારના દિશા નિર્દેશ મુજબ શરૂ થયા છે. જ્યારે મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, છત્તીસગઢમાં સિનેમા હોલ હજુ પણ બંધ છે.


લોકલ સર્કલ્સ દ્વારા દેશભરમાં 8274 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં નાગરિકોને આગામી બે મહિનામાં થિયેટરમાં મૂવી જોવા જશો કે નહીં તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં 93 લોકોએ ઘસીને ના પાડી દીધી હતી. જ્યારે 4 ટકાએ કહ્યું જો નવી ફિલ્મ રિલીઝ થશે તો તેઓ ચોક્કસ જશે. 3 ટકા લોકો જૂની ફિલ્મ જોવા જવા પણ તૈયાર થયા હતા.

કેવા નિયમોનું પાલન કરવું પડશે ?

- સિનેમા હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવુ પડશે.

- શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે.

- કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.

- થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું  ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે

- કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

- 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય

- એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.

- ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.

- બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.

મેઘા સુસાઈડ કેસઃ 'તારા અને વનિતા પોતે સ્ત્રી હોવા છતાં એક છોકરીની ઇજ્જત વેચવા જરા પણ ખચકાતા નહોતા', વાંચો આખી સૂસાઇડ નોટ

અનુરાગ સામે રેપનો આક્ષેપ કરનારી એક્ટ્રેસ પાયલ ઘોષ કઈ પાર્ટીમાં જોડાઈ ગઈ ? જાણ વિગત

એક કેસ લડવાના કરોડો રૂપિયા લેતા આ ટોચના વકીલ હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી બની ગયા, 65 વર્ષની ઉંમરે કરવાના છે બીજા લગ્ન

60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેનટેનેંસ ખર્ચ પણ ઓછો