મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (આરપીઆઈ)માં સામેલ થઈ ગઈ છે. તેણે મુંબઈમાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સભ્યપદ લીધું હતું. પાયલને પાર્ટીની મહિલા વિંગની અધ્યક્ષ બનાવવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી પાયલ આઠવલેની પાર્ટીમાં સામેલ થશે તેવી ચર્ચા થતી હતી. પાયલે એક કાર્યક્રમમાં આરપીઆઈનો ઝંડો પકડવાની સાથે જ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું હતું.


તાજેતરમાં પાયલે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર મી ટૂ અભિયાન અંતર્ગત રેપનો આરોપ લગાવ્યો હતો. આ બાબતે તેણે ઓશિવાર પોલીસ સ્ટેશનમાં મામલો પણ નોંધાવ્યો હતો. જોકે તેના આરોપનું અનુરાગ કશ્યપ તરફથી ખંડન કરવામાં આવ્યું હતું. આ સમયે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી અને આરપીઆઈના વડા રામદાસ આઠવલેએ પાયલ ઘોષનું સમર્થન કર્યુ હતું અને તેની સાથે મુલાકાત કરી હતી.



રામદાસ આઠવલેએ આ અવસર પર કહ્યું, પાર્ટીમાં સામેલ થવા માટે હું તેનો આભાર માનું છું અને સ્વાગત કરું છું. તે પક્ષમાં સામેલ થવાથી પાર્ટી મજબૂત બનશે. મેં તેને કહ્યું કે, આરપીઆઈ(એ) બાબાસાહેબ આંબેડકરની પાર્ટી છે. અમારી પાર્ટી સમાજના દરેક વર્ગના લોકોને મદદ કરે છે. જો તમે પાર્ટીમાં સામેલ થશો કે એક સારો ચહેરો મળશે. મેં તેની સાથે ચર્ચા કર્યા બાદ તે પક્ષમાં સામેલ થવા તૈયાર થઈ હતી.

પાયલ ઘોષને લઈ રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા અને ત્યાં પણ પાયલે પોતાની સુરક્ષા અને ન્યાયની માંગ કરી હતી.

60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેનટેનેંસ ખર્ચ પણ ઓછો