લખનઉ: નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યથાવત છે. શુક્રવારે ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં હિંસક પ્રદર્શનમાં 6 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર બિજનૌરમાં બે અને કાનપુર,સંભલમાં એક-એક મુઝફ્ફરનગર અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. વારાણસીમાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે. હિંસક પ્રદર્શનની આગ દિલ્હી અને ગુજરાત મધ્યપ્રદેશ સુધી પહોંચી છે.


ઉત્તરપ્રદેશના ગોરખપુર, અલીગઢ, સંભલ, બિજનૌર,શામલી, સહારનપુર સહિત પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પ્રદશર્ન થયા. ઉત્તરપ્રદેશમાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં પ્રદર્શનના કારણે ટીઈટી પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પહેલા દિલ્હીની જામ મસ્જિદમાં જૂમાની નમાઝ બાદ હજારો લોકો રસ્તા પર ઉતર્યા અને જંતરમંતર તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ તેમને દિલ્હી ગેટ પાસે જ રોકી લેવામાં આવ્યા હતા. મેરઠમાં થયેલા હિંસક પ્રદર્શને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળી ચલાવવી પડી હતી જેમાં ચાર લોકોના મોત થયા છે. આ દરમિયાન બિજનૌર, સંભલ અને કાનપુરમાં બે-બે પ્રદર્શનકારીના મોત થયા છે.