નવી દિલ્હીઃ એક ટોચના સરકારી અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, ભારતમાં જેનો જન્મ 1987 પહેલા થયો છે અથવા જેના માતા પિતાનો જન્મ 1987 પહેલાનો છે, તે કાયદાકીય રીતે ભારતીય નાગરિક છે અને નાગરિતા કાયદા 2019ને કારણે અથવા દેશવ્યાપી એનઆરસી હોવાની સ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. નાગરિકતા કાયદાના 2004ના સંશોધન અનુસાર અસમમાં રહેતા લોકોને છોડીને દેશના અન્ય ભાગમાં રહેનારા લોકો જેના માતા અથવા પિતા ભારતીય નાગરિક છે, પરંતુ ગેરકાયેદસર પ્રવાસી નથી, તેમને પણ ભારતીય નાગરિક ગણવામાં આવશે.


નાગરિકતા કાયદામાં 2004માં કરેલા સંશોધન પ્રમાણે આસામને છોડીને બાકી દેશમાં જો કોઈના માતા-પિતામાંથી કોઈપણ એક ભારતના નાગરિક છે અને ગેરકાયદેસર પ્રવાસી નથી તો આવા બાળકોને ભારતીય નાગરિક માનવામાં આવશે. આ સ્પષ્ટીકરણ દેશભરમાં નાગરિકતા કાયદા સામે થઈ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે આવ્યું છે. અધિકારીએ કહ્યું છે કે કાયદાને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. જેમાં મોટા ભાગની ખોટી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે જે પોતે અથવા તેના માતા-પિતા 1987થી પહેલા દેશમાં દેશમાં જન્મ્યા છે તો તેમને કાયદા પ્રમાણે પ્રાકૃતિક રીતે ભારતીય માનવામાં આવશે. આસામમા ઓળખ અને નાગરિકતા સાબિત કરવાની કટ ઓફ ડેટ 1971 નક્કી કરવામાં આવી હતી.