નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બપોરે 2 વાગે આ બિલ પર ચર્ચા શરૂ થથે, બિલ પાસ થવાને લઇને સરકાર આશાવાદી છે, તો વળી વિપક્ષો હંગામો કરી શકે છે.


લોકસભામાં પાસ થયા બાદ આ બિલને હવે રાજ્યસભામાં પાસ કરાવવુ સરકાર માટે અઘરુ કામ બની શકે છે, કેમકે રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમતીનો આંકડો નથી. બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે, નાગરિકતા સંશોધન બિલને લઇને સરકારની સહયોગી પાર્ટીઓ શિવસેના અને જેડીયુ રાજ્યસભામાં સ્પષ્ટ નથી. કેમકે રાજ્યસભામાં બિલ રજૂ થતા પહલા જ બન્ને પાર્ટીઓએ અલગ અલગ સૂર બતાવ્યા છે. બિલ પાસ કરાવવા બીજેપીને સહયોગી પાર્ટીઓની મદદ જરૂરી છે. રાજ્યસભાના સાસંદોને વ્હિપ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે.