Jammu and Kashmir News: શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બુધવારે અલી મસ્જિદ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ જવાન સહિત બે લોગો ઇજાગ્રસ્ત થયા હતા. આતંકીઓએ સીઆરપીએફના 161 BN પર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓ દ્ધારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં અઝાઝ અહમદ ભટ્ટને ઇજા પહોંચી હતી. 41 વર્ષીય અઝાઝ ગુલાબ નબી ભટના દીકરા છે. ઇજાગ્રસ્ત પોલીસ જવાનનું નામ સઝાદ અહમદ ભટ છે જે ઇદગાહના નરવરા વિસ્તારના રહેવાસી છે. બંન્નેને એસએચએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


સૂત્રોના મતે ઘટનામાં ઘાયલ થયેલા સામાન્ય નાગરિકોને ચહેરા અને હાથ પર ઇજા પહોંચી છે જ્યારે પોલીસ કર્મીને પગમાં ઇજા પહોંચી છે. બંન્નેની હાલત સ્થિર છે. નાગરિકો અને સુરક્ષાકર્મીઓ પર આતંકવાદીઓ દ્ધારા વધતા હુમલાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે 5500થી વધુ જવાનોને ઘાટીમાં મોકલ્યા છે. કેન્દ્રિય દળોના જવાનોમાં સીઆરપીએફ અને બીએસએફના જવાન સામેલ છે. જેમનો ઉપયોગ એલઓસી અને અંદરના વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે કરવામાં આવશે.


 






આ અગાઉ શ્રીનગરમાં સોમવારની રાત્રે બોહરી કદલ વિસ્તારમાં આતંકીઓએ કાશ્મીરી પંડિતની દુકાનમાં કામ કરનારા સેલ્સમેનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક વ્યક્તીની ઓળખ બાંદીપુરાના રહેવાસી મોહમ્મદ ઇબ્રાહિમના રૂપમાં થઇ હતી. મૃતક વ્યક્તિ કાશ્મીર પંડિત ડોક્ટર સંદીપ માવાને ત્યાં સેલ્સમેન હતો. ડોક્ટર સંદીપ માવાના કર્મચારી પર હુમલાની જવાબદારી આતંકી સંગઠન મુસ્લિમ જનબાજ ફોર્સે લીધી છે.


Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં થયો વધારો, આ શહેરમાં નોંધાયા 16 નવા કેસ