નવી દિલ્હીઃ કાશ્મીરની પરિસ્થિતિને લઇને આજે સુપ્રીમ કોર્ટેમાં કેટલીય અરજીઓ પર સુનાવણી થઇ, આ દરમિયાન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું કે, જરૂર પડશે તો તે ખુદ શ્રીનગર જઇને પરિસ્થિતિ જોશે.

સીજેઆઇની આ ટિપ્પણી બે બાળ અધિકાર કાર્યકર્તાની એ અરજી પર હતી, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અરેસ્ટ કરવાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલાને લઇને જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ પાસે રિપોર્ટ માંગ્યો છે.



શું છે મામલો?
ખરેખરમાં, સુપ્રીમ કોર્ટમાં આજે બે બાળ અધિકાર કાર્યકર્તાઓએ કાશ્મીરમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અરેસ્ટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પુછ્યુ કે તમે હાઇકોર્ટ કેમ ના ગયા, તો અરજીકર્તાઓના વકીલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં અરજી દાખલ કરવી મુશ્કેલ છે.

દાવો ખોટો ઠર્યો તો અંજામ ભોગવવો પડશે- CJI
વકીલનો જવાબ સાંભળીને સીજેઆઇએ કહ્યું- ‘શું ખરેખર આવુ છે? હું ત્યાના ચીફ જસ્ટીસ પાસે રિપોર્ટ માંગી રહ્યો છું, હું તેમની સાથે વાત કરીશ, જરૂર પડશે તો ખુદ ત્યાં જઇશ.’

સીજેઆઇએ એ પણ કહ્યું કે યાદ રાખો જો તમારો દાવો ખોટો ઠર્યો તો તમારે અંજામ ભોગવવો પડશે.