નવી દિલ્હીઃ આઇએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમં બંધ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે જન્મદિવસ છે. આ વખતે તે પોતાના જન્મદિવસ પર જેલમાં છે. પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમને એક ઇમૉશનલ લેટર લખ્યો છે.

આ લેટરમાં કાર્તિએ પોતાના પિતા પી.ચિદમ્બરમને પ્રેમ અને શુભકામનાઓ મોકલી છે, અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ પણ કર્યો છે. તેમને લખ્યું કે આજે તમે 74 વર્ષના થઇ ગયા છો, પણ કોઇ '56 ઇંચ' તમને રોકી નહીં શકે.


કાર્તિએ લેટરમાં લખ્યું કે, આજે તમે 74 વર્ષના થઇ ગયા છો, પણ કોઇ 56 ઇંચ તમને રોકી નહીં શકે. તમે ક્યારેય તમારા જન્મદિવસે જલસાથી નથી ઉજવતા, પણ આજકાલ આપણા દેશમાં દરેક નાની વસ્તુને પણ મોટા જલસા સાથે મનાવાયા છે. ઉપરાંત કાર્તિએ બીજી કેટલીય વાતો લખી છે.


નોંધનીય છે કે, આઇએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને 1 સપ્ટેમ્બરે દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે. અત્યારે તે તિહાડ જેલમાં બંધ છે. તેમની જામીન અરજી દિલ્હી કોર્ટમાં પડી છે, તેના પર 23 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે.