નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં નકલી સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આવો જ વાયરલ મેસેજ તમને પણ મળ્યો હશે જેમાં આધાર કાર્ડ દ્વારા મોદી સરકાર તમને માત્ર 1 ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે.


વાયરલ થઈ રહેલ આ અહેવાલ મામલે પીઆઈબી ફેક્ટ ચેકે સાચું શું છે તેની તપાસ કરી કે શું ખરેકર મોદી સરાકર 1 ટકાના વ્યાજ દરે સરળતાથી લોન ઉપલબ્ધ કરાવી રહી છે. જણાવીએ કે, પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને સાવચેત કર્યા છે કે PIB Fact Checkમાં આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી યોજના’ નામની આવી કોઈ યોજના અંતર્ગત લોન આપવામાં નથી આવી રહી. જણાવીએ કે WhatsApp પર શેર કરવામાં આવી રહેલ એક મેસેજમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આધાર કાર્ડના માધ્યમથી 1 ટકાના વ્યાજ પર લોન મળી રહી છે.


અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જો તમે આવા સાઈબર ઠગની જાળમાં નથી આવ્યો તો ઠીક છે બાકી જો તમે આ દાવા પર ભરોસો કરીને તમારી વિગતો આપશો તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. સોશિયલ મીડિયા પર હાલમાં અનેક આવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજમાં સરાકર અને તેની યોજનાઓને લઈને અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દાવા પર તપાસ કર્યા વગર ભરોસો કરવો ઘાતક સાબિત થઈ શકે છે.




નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.