નવી દિલ્હી: ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કંપની હવે રસીના ત્રીજા ડોઝનું ક્લિનિકલ ટ્રાયલ કરવા જઈ રહી છે. આ ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત બાયોટેકને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલર ઓર્ગેનાઇઝેશનની સબજેક્ટ એક્સપર્ટ કમિટીની મંજૂરી મળી ગઈ છે અને તેની ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં શરૂ થવા જઈ રહી છે. આ અંગે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતા એમ્સમાં આ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર ડૉ સંજય રાયે જાણકારી આપી હતી.
ત્રીજા ડોઝની ટ્રાયલ કેમ કરવામાં આવશે ?
મૂળ ક્લિનિકલ ટ્રાયલમાં 1, 2 અને 3 તબક્કામાં ચાર અઠવાડિયાના અંતરે બે ડોઝ આપવામાં આવ્યા હતા. તેના બાદ જાણવા મળ્યું કે, આ રસી સુરક્ષિત અને અસરકારક છે. સરકારે તેને લોન્ચ પણ કરી. હજી પણ થોડા પુરાવા જનરેટ કરવાની જરૂર છે કે, જો 6 મહિના બાદ ઈમ્યુનિટી ઓછી થઈ રહી છે, તો ત્રીજો ડોઝ આપવાથી તે વધશે. શું તેની પ્રોટેક્ટ એફિકેસી વધી શકે છે. આ માટે એવિડેન્સ જનરેટ કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. ત્રીજો ડોઝ આપ્યા પછી રોગપ્રતિકારક શક્તિ સારી હોઇ શકે છે, બની શકે કોઈ અસર ના થાય. જેટલી ઈમ્યુનિટી પહેલા પ્રોટેક્ટ કરી રહી છે તેટલી અત્યાર પણ હોય. ત્રીજો ડોઝ આપ્યા બાદ એવિડેન્સ જનરેટ કરી રહ્યાં છે.
આ ટ્રાયલમાં કોણ સામેલ થશે ?
આ ટ્રાયલ નવા લોકો માટે નથી, ત્રીજા તબક્કાના ટ્રાયલમાં એ લોકોને જ સામેલ કરવામાં જે પહેલાથી જ સામેલ થયા હતા. જે લોકોને બે ડોઝ મળી ચૂક્યા છે. તેમને ત્રીજો ડોઝ આપવામાં આવશે.
એનાલિસિસ કેવી રીતે થશે ?
ઈમ્યુનોજેન્સિટી જેવા ફેઝ-2માં જોઈ રહ્યાં હતા. એન્ટીબોડી લેવલ કેટલું વધે છે અને ન્યૂટ્રોલાઈઝિંગ પાવર છે. તેનું એનાલિસિસ કરવામાં આવશે.
એમ્સના કમ્યુનિટી મેડિસિનના ડૉ સંજય રાયે કહ્યું કે, જે લોકોને બે ડોઝ મળી ચૂક્યા છે. તેમને ત્રીજો ડોઝ આપવામાં આવશે. તેના બાદ આગામી 6 મહિના સુધી તેનું ફોલો અપ કરવામાં આવશે. આ ટ્રાયલમાં ત્રીજો ડોઝ 6 માઇક્રોગ્રામની આપવામાં આવશે.