દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે તેમ છતાં કોરોના વાયરસથી થઈ રહેલા મૃત્યુ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. જો કે આ દરમિયાન  આજે કેરલમાં લોકડાઉનની મુદત 30 મે સુધી લંબાવવામાં આવી છે. જો કે તેમાં રાહતની વાત એ છે કે ત્રણ જિલ્લામાં તિરુવનંતપુરમ, અર્નાકુલમ અને થ્રિસુરમાંથી આવતીકાલથી ત્રિપલ લોકડાઉન દૂર કરવામાં આવશે. જેની પાછળનું કારણ કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો અને સક્રિય કિસ્સાઓમાં ઘટાડો હોવાનું જાણવા મળ્યું છે. કેરલના મુખ્યમંત્રી પિનરાય વિજયનએ જણાવ્યું છે કે મલપ્પુરમમાં ત્રિપલ લોકડાઉન ચાલુ રહેશે.


કેરલ  સરકારે વધતા જતા કેસના કારણે આ ચાર જિલ્લાઓમાં 16 મેથી 23 મે દરમિયાન ત્રિપલ લોકડાઉન લાગુ કર્યું હતું. આ જિલ્લાઓની સરહદોને પણ વાયરસનો ફેલાવો રોકવા માટે સીલ કરવામાં આવી હતી. તેની સાથે એક દિવસ દુકાનો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.



મુખ્યમંત્રી  પિનરાય વિજયને લોકડાઉનને વધારવાની જાહેરાત કરતી વખતે કોરોનાના છેલ્લા 24 કલાકમાં જે કેસ સામે આવ્યા છે તેની પણ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી  વિજયને કહ્યું કે કેરલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,673 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 10,332 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 122 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 19,79,919 લોકો સાજા થયા છે. જયારે અત્યાર સુધી 6994 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં3,06,346 સક્રિય કેસ છે, જેઓ હોમ આઈસોલેશનમાં છે અથવા હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. છેલ્લા એક દિવસમાં રાજ્યમાં 1,33,558 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 259,551 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4209 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,295 લોકો ઠીક પણ થયા છે.  



  • કુલ કેસ- બે કરોડ 60 લાખ 31 હજાર 99

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 27 લાખ 12 હજાર 735

  • કુલ એક્ટિવ કેસ - 30 લાખ 27 હજાર 925

  • કુલ મોત - 2 લાખ 91 હજાર 331

    રાજ્યોની હાલત છે ખરાબ



    કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.