CM Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી મુક્ત થયા બાદ રવિવારે (15 સપ્ટેમ્બર) પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. કેજરીવાલે કહ્યું કે આજથી બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ.
સીએમની રેસમાં આ નામો સૌથી આગળ
સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદની દાવેદારીમાં આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ છે.
શું કહ્યું આતિશીએ
મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે આતિશીને પૂછવામાં આવ્યું કે શું તે દિલ્હીની આગામી મુખ્યમંત્રી બનશે. શું દિલ્હીના આગામી સીએમ સાથે વાતચીત થઈ રહી છે? આના પર આતિશીએ કહ્યું કે તમે એક એવી પાર્ટીની નેતા સાથે વાત કરી રહ્યા છો જેણે ઈમાનદારીનું નવું ઉદાહરણ રજૂ કર્યું છે. કયા નેતામાં હિંમત છે કે તે જનતાની વચ્ચે જઈને કહે કે હું પ્રામાણિક હોઉં તો મને મત આપો?
દિલ્હીના સીએમ કોણ હશે તે મહત્વનું નથી. મહત્વનું છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હશે. આગામી સીએમ કોણ હશે તે ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થશે. પરંતુ દિલ્હીના લોકોને આમ આદમી પાર્ટીની સરકાર જ જોઈએ છે. કારણ કે તેમના પુત્ર અને અમારા નેતાએ આ સાબિત કર્યું છે.
કોણ હશે દિલ્હીના આગામી મુખ્યમંત્રી, CM કેજરીવાલે બતાવ્યો આગળનો પ્લાન
AAP કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું, કે હું બે દિવસ પછી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જનતાના આશીર્વાદથી અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની શક્તિ છે. અમે ભાજપ સામે ઝૂકીશું નહીં, રોકાઈશું નહીં કે વેચાઈશું નહીં. અમે આજે દિલ્હી માટે ઘણું બધું કરી શક્યા છીએ કારણ કે અમે પ્રામાણિક છીએ. આજે તેઓ આપણી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે તે પ્રામાણિક નથી. હું “પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા”ની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો.
આ પણ વાંચો...