નવી દિલ્હી: પાટનગર દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારના રાની ઝાંસી રોડ પર રવિવારે સવારે અનાજના માર્કેટ સ્થિત એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 43 લોકોના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું આ ખૂબજ મોટી ઘટના છે. હજુ પણ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


દિલ્હી સરકારે ઘટનાની તપાસના આદેશ આપતા સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. સાથે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ઈજાગ્રસ્ત લોકોના સારવારનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

વડાપ્રધાન નરેન્દરે મોદીએ આ ઘટના પર દુખ્ય વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.


પોલીસે જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ફેક્ટ્રીમાં આગ લાગવાના સમયે 59 લોકો અંદર હતા. ફાયરના અધિકારીએ જણાવ્યું કે, ઘટના સવારે સાડા પાંચ વાગ્યે બની હતી. ફાયરબ્રિગેડની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ કાબુ મેળવી લીધો હતો. 50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘણા લોકોનું મોત ગુંગળામણના કારણે થયું છે. રસ્તો સાંકડો હોવાથી વધારે ગાડીઓ અંદર જઈ શકતી નહોતી. બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. દિલ્હી એનસીઆરમાં આગની આ સૌથી મોટી ઘટના છે.