PM મોદીની હાજરીમાં મંચ પર ભડક્યા CM મમતા બેનર્જી, ભાષણ આપવાનો કર્યો ઈનકાર, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jan 2021 06:17 PM (IST)
મમતા બેનર્જીએ કહ્યું કે, આ સરકારનો કાર્યક્રમ છે. કોઈ પાર્ટીનો નથી, કોઈને બોલાવીને અપમાનિત કરવું યોગ્ય નથી
કોલકાતા: નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મીં જયંતી પર આયોજિત કાર્યક્રમમાં મંચ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંચ પર ઉપસ્થિત હતા. તે દરમિયાન મમતા બેનર્જીએ ભાષણ આપવાનો ઈનકાર કરી દીધો હતો. તેઓએ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમમાં આવવા પર આભાર માન્યો હતો. સીએમ મમતાએ કહ્યું કે, કાર્યક્રમમાં બોલાવીને આપમાન કરવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, આ સરકારનો કાર્યક્રમ છે. કોઈ પાર્ટીનો નથી, કોઈને બોલાવીને અપમાનિત કરવું યોગ્ય નથી. તેઓએ કહ્યું કે, “મને લાગે છે કે, સરકાર કાર્યક્રમમાં ગરિમાં થવી જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. કોઈને આમંત્રિત કરીને તેના બાદ અપમાન કરવું શોભતું નથી. તેના વિરોધ તરીકે હું કંઈ પણ નહીં બોલું.” કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે મંચ પર મમતા બેનર્જીને ભાષણ આપવા માટે આંમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ‘જય શ્રી રામ’ના નારા લાગ્યા હતા.