જમ્મુ-કાશ્મીરના હિરાનગરના પાનસરમાં ખાતે એક સુરંગ મળી છે. તેની લંબાઈ 150 મીટર છે. સૂત્રો મુજબ સુરંગ પાકિસ્તાની ગુપ્તચર વિભાગ દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે બનાવવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 10 દિવસમાં બીજી ટનલ મળી આવી છે. સુરક્ષા એજન્સી આ મુદે તપાસ કરી રહી છે.ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરના હિરાનગરના પાનસરમાં ખાતે એક સુરંગ મળી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમી આધારે બીએસએફને જમ્મુના પાંસર વિસ્તારમાં એક બીજી ટનલને એન્ટી ટનલિંગ ડ્રાઇવની શ્રેણીમાં મળી આવી છે. આ ટનલ લગભગ 150 મીટર લાંબી અને 30 ફૂટ ઉંડી છે.
જૂન 2020માં, બીએસએફ આ જ વિસ્તારમાં હથિયાર અને દારૂગોળો લઈ જતા પાકિસ્તાની હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. સૈનિકોએ નવેમ્બર 2019 માં પણ આ જ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સત્તાવાર સૂત્રો મુજબ અત્યાર સુધીમાં જમ્મુ વિભાગમાં દસમી ટનલ અને છેલ્લા છ મહિનામાં ચોથી સુંરગ મળી આવી છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખવા માટે અત્યાધુનિક ઉપકરણો સાથે સુરક્ષા ગ્રીડ તૈયાર કરી છે. સીઆઈબીએમએસ એટલે કે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમના કારણે આતંકવાદી ઘૂસણખોરીની યોજનાઓ સતત નિષ્ફળ રહી છે.
જમ્મુ કાશ્મીરમાં મળી વધુ એક સુરંગ, હીરાનગર સેક્ટરના પાનસરમાં પાકિસ્તાનની નાપાક હરકત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jan 2021 03:20 PM (IST)
જમ્મુ-કાશ્મીરના હિરાનગરના પાનસરમાં પાકિસ્તાનની નાપાર હરકતનો પર્દાફાશ થયો છે. અહીં એક 150 મીટરની સુરંગ મળી આવી છે. 10 દિવસમાં આ બીજી ટનલ મળી આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -