અલ્ઝો જોસેફે કહ્યું હતું કે, આ મારું પ્રોફેશન છે. હું મારુ કામ કરી રહ્યો છું. હું સુપ્રીમ કોર્ટમાં વકીલ છું. અરુણ જેટલી પણ અનેક લોકોના કેસ લડે છે. દુબઇ અને ઇટાલીથી મિશેલના વકીલોએ મારો સંપર્ક કર્યો ત્યારે મે કેસ લડવાની તૈયારી બતાવી હતી. જેટલી પણ અનેક કેસ લડે છે.
જોસેફે કહ્યું કે, હું યુથ કોગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટનો કોઓર્ડિનેટર છું પરંતુ આ મારું પ્રોફેશન છે. તેમાં કોગ્રેસને કાંઇ લેવા દેવા નથી. હું મારી નોકરી કરી રહ્યો છું. પ્રોફેશનલ કામ કરવાને લઇને ભાજપ આટલો હોબાળો કેમ મચાવી રહી છે. મારી પાસે કોઇ બિઝનેસ નથી. હું દિલ્હીમાં કેરલથી આવ્યો છું. હું અહીં પ્રેક્ટિસ કરી રહ્યો છું. મિશલના પ્રત્યાર્પણ તેમણે કહ્યું કે, હજુ સુધી મને પેપર મળ્યા નથી એટલે હું તેના પર કોઇ કોમેન્ટ કરીશ નહીં.