કોંગ્રસને વધુ એક રાજ્યમાંથી ઝટકો મળ્યો છે. પુડુચેરીમાં પણ કોંગ્રેસની સરકાર પડી ગઇ છે. પુડ્ડુચેરીની વિધાનસભામાં આજે થયેલી ફ્લોર ટેસ્ટમાં સીએમ નારાયણસામી બહુમત મેળવવામાં નિષ્ફળ ગયા હતા.
દક્ષિણ ભારતમાં માત્ર એક જ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાંથી કોંગ્રેસે સત્તા ગુમાવી છે. પુડુચેરીમાં કોંગ્રેસ ધારાસભ્ચોના રાજીનામા બાદ અલ્પમતમાં આવેલ નારાયણસામીની સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઇ છે. કોગ્રેસ-ડીએમકે ગંઠબંધનની સરકાર બહુમત સાબિત ન કરી શકતા સ્પીકરે સોમવારે એલાન કર્યું કે. સરકાર બહુમત સાબિત ન કરી શકતા કાર્યવાહીને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઇ રહી છે. બહુમત સાબિત ન થતાં મુખ્યમંત્રી નારાયણસામીએ મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી દીધું છે. વિધાનસભામાં થયેલી ઉગ્ર ચર્ચા દરમિયાન સીએમ નારાયણસામીએ ભાજપ ગંભીર આરોપ લગાવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે વર્તમાન વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 26 છે. જેમાં કોંગ્રેસ પાસે માત્ર 11 ધારાસભ્યો છે. જ્યારે અપક્ષ પાસે 14 ધારાસભ્યો છે. આ સિવાય ત્રણ ભાજરના ધારાસભ્ય મનોનિત છે.બહુમત ગુમાવ્યા બાદ સીએમ નારાયણસામી ઉપરાજ્યપાલ પાસે પહોંચ્યાં હતા અને તેમના સમગ્ર મંત્રીમંડળ કોંગ્રેસ ડીએમકે અને અપક્ષ ધારાસભ્યો સાથે રાજીનામુ સોપ્યું. ઉલ્લેખનિય છે કે પુડુચેરીમાં એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં પુડુચેરીમાં રાષ્ટ્રપતિ સાશન લાગી શકે છે.
કોંગ્રેસને વધુ એક રાજ્યમાં ઝટકો, પુડુચેરીમાં નારાયણસામી સરકાર પડી, બહુમત સાબિત કરવામાં નિષ્ફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 04:39 PM (IST)
કોંગ્રસને વધુ એક રાજ્યમાંથી ઝટકો મળ્યો છે. પુડુચેરીમાં પણ કોંગ્રેસની સરકાર પડી ગઇ છે. પુડ્ડુચેરીની વિધાનસભામાં આજે થયેલી ફ્લોર ટેસ્ટમાં સીએમ નારાયણસામી બહુમત મેળવવામાં નિષ્ફળ જતા સત્તા હાથમાંથી સરકી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -