દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મુંબઇની એક હોટેલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારની એક હોટેલમાં સોમવારે મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ઘરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ગુજરાતી ભાષામાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે.
કોણ હતા મોહન ડેલકર?
મોહન ડેલકરનો જન્મ 1962માં સિલવાસામાં જન્મ થયો હતો. તેઓ દાદરા-નગર હવેલીના વર્તમાન સાંસદ હતા. કારકિર્દીની શરુઆત સેલવાસામાં યુનિયન લીડર તરીકે કરી હતી. તેમણે ફેક્ટરીઓમાં કામ પણ કર્યું હતું અને આ સમયે આદિવાસીઓ માટે લડત આપી હતી. 1985માં આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી હતી. 1989માં સૌ પ્રથમ વખત દાદરા નગર હવેલીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991 અને 1996માં કૉંગ્રેસમાંથી દાદરા નગર હવેલીમાં સાંસદ બન્યા હતા. તેઓ 1998માં ભાજપમાંથી દાદરાનગર હવેલીથી સાંસદ બન્યા. વર્ષ 2004માં મોહન ડેલકરે પોતાનો અલગ ભારતીય નવશક્તિ પાર્ટીના નામનો પક્ષ રચ્યો અને દાદરા નગર હવેલીના સાંસદ બન્યા હતા4 ફેબ્રુઆરી 2009માં કોંગ્રેસમાં પુન જોડાયા હતા.