પટના: મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાના ઉદ્યોગ ભવનમાં આયોજિત અનૂસૂચિત જાતિ-જનજાતિ ઉદ્યમી યોજના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તે દરમિયા તેઓએ અનામત મુદ્દા પર કહ્યું કે અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારને કોઈ છીનવી નહીં શકે, ધરતી પર કોઈની તાકાત નથી કે તેઓ તેમનો હક છીનવી શકે. તેના માટે કુરબાની આપવા પણ તૈયાર રહીશું.


મુખ્યમંત્રી નીતીશ કુમારે અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉદ્યમી યોજનાની શરૂઆત કરતા કહ્યું કે, આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના યુવાનોને ઉદ્યોગમાં લગાવવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. 10 લાખ માંથી પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે અને બીજા પાંચ લાખ વગર વ્યાજે 84 હપ્તામાં જમાં કરાવવું પડશે. તે પણ જ્યારે ઉદ્યોગની શરૂઆત થાય ત્યારથી ભરવાના રહેશે. નીતીશ કુમારે કહ્યું કે, ખૂબજ વિચાર વિમર્શ કર્યા બાદ આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જૂની છાત્રાલયોનો જીર્ણોદ્ધાર સાથે નવી છાત્રાલયોનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના વિદ્યાર્થીઓને પ્રતિમાસ હજાર રૂપિયાની શિષ્યવૃતિ અને મફતમાં જમવાનું ઉપલબ્ધ કરવાની પણ યોજના છે. કેટલાક લોકો નકારાત્મક વાતો કરે છે અને તેઓને આવી ટેવ હોય છે. હું સકારાત્મક રીતે કામ કરવામાં વિશ્વાસ રાખું છું.