નવી દિલ્હી: અમેરિકા દ્વારા ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઈઝેશન-1 (એસટીએ-1) નો દરજ્જો આપવામાં આવ્યો છે. એસટીએ-1 નો દરજ્જો મેળવનાર ભારત દક્ષિણ એશિયાનો પ્રથમ અને એશિયાનો ત્રીજો દેશ બની ગયો છે. ભારત પહેલા જાપાન અને દક્ષિણ કોરિયાને દરજ્જો મળી ચૂક્યો છે. આ દરજ્જો મળવાથી ભારતને અમેરિકા પાસેથી અત્યાધુનિક હથિયારો અને રક્ષા સેક્ટરમાં મદદ મળશે. અમેરિકાએ ભારતને એસટીએ-1 નો દરજ્જો આપવું ચીનને કડક જવાબ માનવામાં આવી રહ્યું છે.

ચીન છેલ્લા બે વર્ષથી એનએસજીમાં ભારતની એન્ટ્રી કરવા પર સતત અડચણ ઊભું કરતું આવતુ આવ્યું છે. ચીનનો તર્ક છે કે જ્યાં સુધી ભારત ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી (એનપીટી) પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી તેને એનએસજીની સદસ્યતા નહીં મળવી જોઈએ. એવામાં ભારતને મળેલો આ દરજ્જો તેના મોં પર જોરદાર તમાચાની જેમ છે. હવે ભારતને તમામ સુવિધાઓ મળશે. જે એનએસજીમાં શામેલ કોઈ પણ દેશને મળે છે.

ભારતને એસટીએ-1 નો દરજ્જો આપી અમેરિકાએ સ્વિકાર કર્યું છે કે તમામ વ્યવહારિક ઉદ્દેશ્યો માટે ભારત એનએસજીના નિયંત્રણ શાસનનું પાલન કરે છે. આ દરજ્જો મેળવ્યા બાદ ભારત દુનિયાનો એકમાત્ર પરમાણુ સંપન્ન દેશ બની ગયો છે.