નવી દિલ્લીઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પન્ના જિલ્લાની મુલાકાત લીધી હતી. શિવરાજસિંહ ચૌહાણે પન્ના જિલ્લાના પુરથી પ્રભાવીત ગામોની મુલાકાત લઈ રહ્યાં હતા. તે દરમિયાન નાળા પાર કરવાનો વારો આવ્યો તો પોલીસ અધિકારીઓએ શિવરાજસિંહ ચૌહાણને ગોદમાં ઉઠાવી લીધા હતા. એક પોલીસ કર્મી અને શિવરાજસિંહના સિક્યુરીટી ગાર્ડે શિવરાજસિંહને ગોદમાં ઉઠાવી નાળાની પેલી પાર લઈ જઈ રહ્યાં હતા.