મુંબઈઃ સિદ્ધિવિનાયક દાદાના ચરણોમાં અર્પણ કરાયેલ કોરોડોના સોનાના ચઢાવા પર આજે ભક્તોએ બોલી લગાવી. સંકટ ચોથના શુભ અવસરે સિદ્ધિવિનાયક ન્યાસ તરફથી હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોની ભારે
મુંબંઈના સિદ્ધિવાનયક મંદિરના ભક્તોને પ્રસાદ સ્વરૂપે સોનાના અલંકાર મેળવવાનો એક સોનેરી અવસર મળ્યો હતો. સિદ્ધિવિનાયક મંદીર દ્વારા આયોજીત હરાજીમાં દર વર્ષે શુભ દિવસે ગણપતિ બાપ્પાના ચરણોમાં અર્પણ કરાયેલ સોનાની વસ્તુઓની બોલી લગાવવામાં આવે છે. સોનાના મુગટ, હાર, લોકેટ, ચેન, વિટી, સિક્કાઓ તથા સોનાના બિસ્કીટ જેવી કુલ 411 ભેટ અને વસ્તુઓની હરાજી યોજાઈ.
ઘણા ભક્તો હરાજીમાંથી ખરીદેલી વસ્તુઓને બાપાનો પ્રસાદ માને છે. અને તે વસ્તુ મેળવવા બદલ પોતાને ભાગ્યશાળી સમજે છે. સામાન્ય ભક્તથી લઈને સેલેબ્રિટી, વેપારી તથા ઉદ્યોગપતિઓ પણ આ હરાજીમાં ભાગ લે છે. ડાંસ કોરીયોગ્રાફર અને ABCD ફિલ્મના એક્ટર પુનીત પાઠકના પિતાએ સૌથી જુનુ સોનાનુ લોકેટ અંદાજે 2 લાખ 63 હજારમાં ખરીદ્યુ. તો ગણપતિદાદાને સોથી વધુ પસંદ એવા દુર્વા અને જાસ્વંદને સોનાના રૂપમાં એક મહિલાએ ખરીદ્યું હતું.
મહત્વનું છે કે આ હરાજીને કારણે ભેગી થનાર રકમને સામાજિક કાર્ય માટે ખર્ચ કરવામાં આવશે. કુલ મળીને 3 કિલો સોનાની કીમત 1 કરોડ 10 લાખ જેટલી હોવાનું કહેવાય છે. જેને શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા અનેક કામોના સદઉપયોગ માટે વાપરવામાં આવશે.