નવી દિલ્લીઃ ગુરુવારે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે જૈસલમેર જિલ્લાના તનોટ માતાના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. અહીં વસુંધરા રાજે રાષ્ટ્ર સુરક્ષા માટે મહાયજ્ઞ કર્યો હતા. તેમની સાથે ભાજપના નેતાઓ અને BSFના અધિકારીઓ હાજર હતા. શુક્રવારના કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ જૈસલમેર પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ પાકિસ્તાન સીમા સાથે જોડાયેલા ચાર રાજ્યો છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મૂ-કશ્મીરના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તનાવને જોતા પાકિસ્તાનની સીમાથી જોડાયેલા ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાજનાથ સિંહ બેઠક કરશે.. બેઠકમાં BSFના અધિકારીઓ અને રાજ્યના પોલીસ અધિકારીઓ હાજર રહેશે. 7 તારીખના રાજનાથ સિંહ જૈસલમેર પહોંચશે. અને 8 તારીખના બાડમેરની મુનાબાવ સીમા પર જશે. તનોટ માતાજી હિંગળાજ માતાજીનું એક રૂપ કહેવાય છે. હિંગળાજ માતા વર્તમાનમાં બલૂચિસ્તાનમાં સ્થાપિત છે. 1965માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. એ સમયે પાકિસ્તાનની સેનાએ તનોટ માતાના મંદિર પર અનેક બોંબ ફેંક્યા હતા. પણ માની કૃપાથી એક પણ બોંબ ફૂટ્યું નહોતું. ત્યારથી BSFના જવાન તનોટ માતા પ્રત્યે ખુબ જ શ્રદ્ધાભાવ રાખે છે.