લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના વાયરસને લઈને મોટી જાહેરાત કરી છે. સીએમ યોગીએ શનિવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે સરકાર તાત્કાલિક પ્રભાવથી રાજ્યના  15 લાખ શ્રમિક અને 20.37 લાખ નિર્માણ શ્રમિકોને 1 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ મદદ કરવાની જાહેરાત કરી છે.



તેમણે કહ્યું, જેથી તેઓ તેમની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. ગોરખપુરનું ગોરખનાથ મંદિર 31 માર્ચ સુધી અને વારાસણીનું સંકટમોચન હનુમાન મંદિર 25 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યું છે.

આ સાથે જ નોંઘણી ઘરાવતા મજૂરોને ભરણ પોષણ ભથ્થુ આપવામાં આવશે. સીએમ યોગીએ મનરેગાને તાત્તકાલિક ચૂકવણી કરવાની જાહેરાત કરીછે. એક હજાર રૂપિયાની સહાયતા રકમ સીધી જ ખાતામાં જશે.



ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 23 પર પહોંચી ગઈ છે. આ 23 કેસોમાંથી 9 લોકો સ્વસ્થ થયા છે. તેમણે કહ્યું, "રાજ્યમાં અમારી પાસે પૂરતા પ્રમાણમાં આઇસોલેશન વોર્ડ છે."