રાંચી: ઝારખંડ મુક્તિ મોર્ચા, કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 29 ડિસેમ્બરે હેમંત સોરેન રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં 6 મુખ્યમંત્રી અને 5 પૂર્વ મુખ્યમંત્રીઓ સામેલ થશે.


રાંચીના મોરહાબાદી મેદાનમાં હેમંત સોરેન રવિવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓ સામેલ થશે.

હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ સામેલ થશે. આ સાથે જ કૉંગ્રેસના પી ચિદંમ્બરમ, અહમદ પટેલ, આરપીએન સિંહ અને કેસી વેણુગોપાલ પણ સામેલ થશે. કૉંગ્રેસ શાસિત 3 રાજ્યોના મુખ્યમંત્રી સહિત કુલ 6 રાજ્યોના મુખ્યમંત્રી સમારોહમાં સામેલ થશે.