Coal India Recruitment 2022: કૉલ ઇન્ડિયા દ્વારા મેનેજમેન્ટ ટ્રેનીના પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા 1050 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી GATE 2022 ના સ્કૉરના આધાર પર થશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 23 જૂન 2022 થી શરૂ કરવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક તથા પાત્ર ઉમેદવારો આ ભરતી માટે http://www.coalindia.in પર જઇને અરજી કરી શકશે. આ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 22 જુલાઇ છે.
વેકેન્સી ડિટેલ્સ -
માઇનિંગ - 699 પદ
સિવિલ - 160 પદ
ઇલેક્ટ્રૉનિક્સ અને દુરસંચાર - 124 પદ
સિસ્ટમ અને ઇડીપી - 67 પદ
શૈક્ષણિક યોગ્યતા -
આ ભરતી અભિયાન અંતર્ગત માઇનિંગ માટે અરજી કરવા માટે ઉમેદવારોને 60 ટકા માર્ક્સની સાથે માઇનિંગ એન્જિનીયરિંગમાં બીઇ/બીએસસી પાસ હોવુ જોઇએ. સિવિલ માટે અરજી કરવા માટે ન્યૂનત્તમ 60% પૉઇન્ટની સાથે સિવિલ એન્જિનીયરિંગમાં બીઇ/બીટેક /બીએસી પાસ હોવુ જરૂરી છે. વળી ઇલેક્ટ્રૉનિક્સ અને દૂરસંચારમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને ઇલેક્ટ્રૉનિક્સ અને દુરસંચારમાં બીઇ/બીટેક/બીએસસી પાસ હોવુ જોઇએ.
પગાર ધોરણ -
આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને ઇ-2 ગ્રેડમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે 50 હજારથી લઇને 1 લાખ 60 હજાર રૂપિયાના પ્રારંભિક મૂળ વેતનમાન પર રાખવામાં આવશે. પ્રશિક્ષણ અવધિ દરમિયાન અભ્યર્થીઓને 50 હજાર રૂપિયા પ્રતિમાસનુ વેતન આપવામાં આવશે.
આ રીતે કરો અરજી -
અરજી કરવા માટે ઉમેદવાર સૌથી પહેલા સીઆઇએલની વેબસાઇટ http://www.coalindia.in પર જાઓ.
આ પછી કૉલ ઇન્ડિયા સેક્શનમાં કેરિયર વિધ સીઆઇએલ અને પછી જૉબ્સ પર જાઓ.
હવે ઉમેદવાર અરજી લિન્ક પર ક્લિ કરો.
આ પછી અભ્યર્થી પોતાની ડિટેલ નાંખે.
અંતમાં ઉમેદવાર અરજી પત્ર જમા કરે.
આ પણ વાંચો...........
અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો
Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા