Ganesh Acharya Sexual Harassment Case:  બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણી કેસમાં જામીન મળી ગયા છે. મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે ગણેશ આચાર્યને જામીન આપ્યા હતા.  કોરિયોગ્રાફર પર મહિલા ડાન્સર દ્વારા જાતીય સતામણીનો આરોપ મુકવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે ગણેશ આચાર્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલે સુનાવણી કરતા કોર્ટે તેઓને જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ કેસ બે વર્ષ જૂનો છે.


કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ગુરુવારે કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને આ કેસમાં રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા. આ મહિલાએ ફેબ્રુઆરી 2020માં ગણેશ આચાર્ય વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો.


મહિલાએ કોરિયોગ્રાફર પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે ગણેશ આચાર્યની ઓફિસમાં કામ કરવા ગઈ ત્યારે તેના પર ખોટી કોમેન્ટ કરવા સાથે અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.  મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે વિરોધ કર્યો તો તેમણે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું. આ સાથે મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ કારણથી ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા છ મહિના પછી તેની સદસ્યતા પણ સમાપ્ત કરવામાં આવી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે આચાર્યએ અન્ય મહિલાઓનું પણ યૌન શોષણ કર્યું છે.


જ્યારે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બધું તેને ફસાવવાનું કાવતરું હતું. એટલું જ નહીં ગણેશ આચાર્યએ તે મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.


Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?


કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો


Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ


જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ