નવી દિલ્હીઃ મંદીના માહોલમાં તમામ સેક્ટરમાં મોટાભાગની કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે પરંતુ એક સરકારી કંપની એવી છે જે બંમ્પર ભરતીઓની યોજના બનાવી રહી છે. કોલ ઇન્ડિયા 9 હજાર ભરતીયો કરવાની છે. કંપની તેમાં એક્ઝિક્યુટીવ લેવલ પર 4000 કર્મચારીઓની નિમણૂક કરી છે. છેલ્લા 10 વર્ષોમાં આ સરકારની માઇનિંગ કંપની કોલ ઇન્ડિયા અને તેની સહાયક કંપનીઓ દ્ધારા કરવામાં આવનારી આ સૌથી મોટી નિમણૂક હશે. એક્ઝિક્યુટિવની નિમણૂક હોલ્ડિંગ કંપનીમાં થાય છે. જ્યારે વર્કરો અને ટેકનિકલ એપ્લોયીઝને તે આઠ સહાયક કંપનીમાં નિમણૂક કરવામાં આવે છે.
કોલ ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં કોલ ઇન્ડિયા પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં ભરતીઓ કરવા જઇ રહી છે. અનેક વર્ષોથી આ વેકેન્સી પર નિમણૂક બાકી હતી. છેલ્લા વર્ષે અમે ફક્ત 1200 નિમણૂક કરી હતી.
દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઇન્ડિયા ઇન્ડિયન રેલવે બાદ દેશમાં સૌથી મોટી પબ્લિક સેક્ટર કંપની છે. કોલ ઇન્ડિયામાં કુલ 2,80 000 કર્મચારીઓ છે જેમાં 18000 એક્ઝિક્યુટીવ સ્તરના અધિકારી છે. નિમણૂક કરનારા 4000 કર્મચારીઓમાંથી જૂનિયર કેટેગરીમાં 900ની નિમણૂક જાહેરાત અને ઇન્ટરવ્યૂ મારફતે થશે, 400ની કેમ્પસમાંથી અને લગભગ 100 મેડિકલ ઓફિસર વગેરે પદો પર નિમણૂક કરવામાં આવશે. 75ની નિમણૂક થઇ ગઇ છે અને તે જલદી જોઇન કરશે. તે સિવાય 2200 વધારાના કર્મચારીઓની પસંદગી કોમ્પિટિવ એક્ઝામ મારફતે થશે.