અમૃતાએ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદીવસની શુભેચ્છા આપી હતી પરંતુ શુભેચ્ચા આપવાના ઉત્સાહમાં તેમણે પીએમ મોદીને રાષ્ટ્રપિતા જણાવી દીધા. તેમણે લખ્યું કે આપણા દેશના પિતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા, જેમણે સમાજના વિકાસ માટે અમને સતત કામ કરવાની પ્રેરણા આપી. આ ટ્વિટ બાદ અમૃતા સતત ટ્વિટર પર ટ્રોલ થઈ રહી હતી.
આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા વિપક્ષી દળો અને ભાજપા વિરોધીઓએ અમૃતાને ખૂબ ટ્રોલ કરી અને તેને ચાપલુસીનું સૌથી મોટુ ઉદાહરણ કહ્યું. ત્યાં કેટલાંય લોકોએ કહ્યું કે મહાત્મા ગાંધીની જગ્યા પર નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપિતા જણાવવુ શરમજનક છે. ચાલો જોઈએ કે અમૃતાના આ ટ્વિટનો જવાબ લોકોએ કેવો આપ્યો છે.