મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી ગઠબંધનની મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે શું શિવસેના અહીં પણ કૉંગ્રેસ સાથે હાલ મિલાવશે કે નહી.
ઉલ્લેખનીય છે કે બંગાળમાં કૉંગ્રેસ અને લેફ્ટનું ગઠબંધન છે. ટીએમસીએ વામ મોર્ચા અને કૉંગ્રેસને ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સાથે આપવાની અપીલ કરી હતી પરંતુ બંને પક્ષોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. બીજી તરફ ભાજપ જોર-શોરથી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે.