ચંદીગઢઃ પંજાબ પાર્ટી કાર્યકર્તાને ચુંટણી ટિકિટ આપવાના બદલામાં બે લાખ રૂપિયા લેતા સ્ટિંગ ઑપરેશનમાં આમ આદામી પાર્ટીના વરિષ્ઠ નેતા સુચ્ચી સિંહ ઝડપાયા હતા. પાર્ટી દ્વારા તેમને બહારનો રસ્તો દેખાડશે એમ પક્કુ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇકમાને પંજાબ પાર્ટી એકમાના સંયોજક સૂચ્ચી સિંહ પર લાગેલા આરોપને પાર્ટીએ ગંભીરતાથી લીધો છે. આ મુદ્દા પર નિર્ણય શુક્રવારે સાંજે 6 વાગે દિલ્લીમાં પોલિટિકલ અફેયર્સ કમિટીમાં લેવામાં આવશે.


પંજાબ "આપ'માં કમ સે કમ બે દર્જન લોકોએ પાર્ટી પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. પાર્ટી સૂત્રોનું કહેવુ છે કે, કથિત સ્ટિંગ ઑપરેશનનો વીડિયો ક્લિપ પાર્ટીના ટૉચના નેતાઓને મળી ગયો છે. આના પર પાર્ટીના પ્રવક્તા હિમ્મત સિંહ તશેરગિલે કહ્યુ કે, "અમારી પાર્ટીમાં ભ્રષ્ટાચાર કરનાર લોકો પર દયા નથી દેખાડવામાં આવતી અને પુરાવા ટૉચના નેતાઓ સુધી પહોંચી ગયા છે એટલે સૂચ્ચી સિંહ છોટેપુર પર કાર્યવાહી કરવામાં આવશે.