નવી દિલ્લીઃ પેટ્રોલમાં થનારી ભેળસેળ પર સુપ્રિમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે. 2013માં દાખલ કરવામાં આવેલી અરજીમાં રાશનની દુકાનો માટે મોકલવામાં આવતા કેરોસીનને પેટ્રોલ પંપો પર પહોચાડવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી.
અરજીમાં હાથરસ સૈદાબદથી સપા ધારાસભ્ય દેવેન્દ્ર અગ્રવાલના પેટ્રોલ પંપોમાં મિલાવટ થતિ હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. આજે કોર્ટે અગ્રવાલના પેટ્રોલ પંપોની તપાસ પોટ્રોલિયમ મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી પાસે કરાવાનો આદેશ આપ્યો હતો.
સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, દૂરના એરિયામાં ભેળસેળની સમસ્યા વધુ પ્રમાણમાં છે. સરકાર વેંડિંગ મશીનોમાં એવો બંદોબસ્ત કરવો જોઇએ જેનાથી ભેળસેળ વાળા પેટ્રોલનું બચવું મુશ્કેલ બને.
કોર્ટમાં હાજર સૉલિસિટર જનરલ રંજીત કુમારે કહ્યુ કે, એક વાર જ્યારે તે પહાડી એરિયામાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમને પણ આવું પેટ્રોલ પુરાવું પડ્યું જે સ્પષ્ટ રીતે ભેળસેળ યુક્ત હતું. પરંતુ મજબૂરમાં તેમને એ પેટ્રોલ લેવું પડ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે, તમામ નેતાઓ અને પ્રભાવશાળી લોકોને પેટ્રોલ પંપ મળે છે. બધા તે વ્યવસ્થાનો ફાયોદ ઉઠાવે છે. તે બદલાવ માટે તૈયાર નથી.