મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોગ્રેસ છોડી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ ઇકોનોમિક ક્રાઇમ સેલએ એક જૂના મામલામાં કાર્યવાહી શરૂ કરી છે. ગ્વાલિયરના વકીલ સુરેન્દ્ર શ્રીવાસ્તવે એક અરજી કરીને કાર્યવાહીની માંગ કરી છે. આ અરજી પર ઇઓડબલ્યૂએ તપાસ શરૂ કરી દીધી છે.
26 માર્ચ 2014ના રોજ ઇઓડબલ્યૂમાં એક ફરિયાદ કરવામાં આવી હતી. આરોપ હતો કે જ્યોતિરાદિત્ય સિઁધિયા અને તેના પરિવારે 2009માં મહલગાંવ અને ગ્વાલિયરની જીમીન ખરીદી રજિસ્ટ્રીમાં આવેદકની 6000 વર્ગફીટની જમીન ઓછી કરી હતી. સાથે સિંધિયા દેવસ્થાનના ચેરમેન અને ટ્રસ્ટીઓએ મહલગાંવ, જિલ્લા ગ્વાલિયર સ્થિત શાસકીય ભૂમિ સર્વે નંબર 1217 વેચવા માટે પ્રશાસનના સહયોગથી નકલી દસ્તાવેજ તૈયાર કર્યા હતા. EOWએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.