ભોપાલ: મધ્યપ્રદેશમાં રાજકીય ડ્રામ સમાપ્ત થવાને બદલે વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પહેલા ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. ભાજપનું માનવું છે કે રાજ્ય સરકાર પાસે બહુમત નથી. એવામાં અભિભાષણ પહેલા ફ્લોર ટેસ્ટ થવો જરૂરી છે. હાલ તો ભાજપ ફ્લોર ટેસ્ટની તૈયારીમાં છે. એ એલગ વાત છે કે વિધાનસભાના અધ્યક્ષ તેની મંજૂરી આપે છે કે નહી.


ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં 16 માર્ચથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 19 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપ્યું છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટી માને છે કે સરકાર પાસે બહુમત નથી. ગુરૂવારે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નરોતમ મિશ્રાએ કહ્યું કે સરકાર પાસે બહુમત નથી. એટલે 16 માર્ચે જ્યારે બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલનું અભિભાષણ થવાનું છે તો એવામાં અભિભાષણ પહેલા ફ્લોર ટેસ્ટ થવો જરૂરી છે.

નરોતમ મિશ્રાએ કહ્યું, ફ્લોર ટેસ્ટમાં સરકાર પાસ થાય ત્યારે અભિભાષણ થાય, નહી તો સરકારે રાજીનામું આપવું જોઈએ. અને જે નવી સરકાર બને તેમની આગેવાનીમાં અભિભાષણ થવું જોઈએ. નરોતમ મિશ્રા મજુબ સરકાર છેલ્લા શ્વાલ લઈ રહી છે ગમે ત્યારે પડી શકે છે.