નવી દિલ્હીઃ નોટબંધી પર સરકારને તમામ મોરચો ઘેરવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે ભાજપ સીધોજ આક્ષેપ કરતાં કહ્યું કે, ભાજપ અધ્યક્ષના નામે જમીનનો સોદો થયો છે. જેનાથી એ સ્પષ્ટ છે કે, કાળા નાણાંમાં ભાજપનો પણ ભાગ છે.
તેમણે કહ્યું કે, જમીન સોદા માટે 8 નવેમ્બરની આસપાસ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું. પ્રધાનમંત્રીએ ગુપ્તતાને ટાંકીને નોટબંધી વિશે કોઈને ન જણાવવાની વાત કરી પરંતુ અમિત શાહ સાથે આ ગુપ્ત જાણકારી ચોક્સ શેર કરી હતી. માટે પ્રધાનમંત્રી સંસદમાં આવવાથી ગભરાય છે.
સુરજાવેલા કહ્યું કે, કાળા નાણાંને ઝવેરાત અને સંપત્તિ તરીકે છુપાવી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ તમામમાં ભાજપનો પણ હાથ છે અને તેની જાણકારી પ્રધાનમંત્રીને પહેલેથી જ હતી.