નવી દિલ્લીઃ દિલ્લી ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ત્રણ લોકોને નવી દિલ્લી સ્થિત નિજામુદ્દીન રેલવ સ્ટેશન પર 27 લાખ રૂપિયના દરની 2000 ની નવી નોટો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય શખ્સોની અટકાય કરી છે. અટકાયત કરવામાં આવેલ એક શખ્સને દવા બનાવતી કંપનીમાં ભાગીદારી છે. પોલીસની પ્રારંભીક તપાસ અનુસાર આ ત્રણેય વ્યક્તી મુંબઇમાં હવાલાના માધ્યમથી પૈસા બદલીને દિલ્લી પહોંચ્યા હતા. પોલીસ અનુસાર અટકાયત કરવામાં આવેલા અજિત પાલ સિંહ અને રાજેંદ્ર સિંહ દિલ્લીના પીતમપુરાના રહેનાર છે. તેની સાથે તેના ડ્રાઇવરની પણ અટકાય કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચના ઇન્ટર સ્ટેટ સેલને અટકાયત કરેલા લોકોના ફોન કૉલ્સમાથી માહિતી મળી હતી.


એક વિરષ્ટઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "એક શખ્સ ફોન પર હવાલા ચેનલથી 30 ટકા કમીશન પર જુની નોટ બદલવાની વાત કરી રહ્યો હતો. નોટબંધીની જાહેરાત બાદ અમે આ કોલને ઇંટરસેપ્ટ કર્યો હતો." દિલ્લી સંયુક્ત પોલીસ કમિશ્નર રવિંદ્ર યાદવે જણાવ્યું હતું કે, "જ્યારે તે લોકો રેલવે સ્ટેશન બહાર પોતાની કારમાં બેસી રહ્યા હતા. ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી." પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો બ્લેકમનીને વ્હાઇટ કરવાનો છે. અને તેમા બેંક કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે.

અટકાયત કરવામાં આવેલ લોકોની ક્રાઇમ બ્રાંચ અને આયક વિભાગના અધિકારીઓએ સંયુક્ત રૂપથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમના જણાવ્યા અનુસાર પીતપુરના કોઇ બીજી વ્યક્તિ માટે કામ કરે છે. જે હિમાચાલ પ્રદેશમાં આવેલ દેવાની ફેક્ટ્રીનો માલિક છે. અટકાય કરવામાં આવેલ પોલીસને જણાવ્યું હતુ કે, જણાવ્યું હતું કે, કમીશન લઇને અત્યાર સુધીમાં દોઢ કરોડ રૂપિયા નવા નોટોમાં બદલી ચુક્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી 2000 રૂપિયાના નવા નોટોના રૂપમાં 46 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો છે.