નવી દિલ્લીઃ સરહદ પર વધતા જતા તણાવ અને પાકનો લગાતાર યુદ્ધ વિરામના ઉલ્લઘનને લઇને કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહએ મંગળવારે ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતિની સમિક્ષા કરી હતી. બેઠકમાં રક્ષા મંત્રી મનોહર પારિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ, સેના પ્રમુખ જનરલ દબબીલ સિંહ સુલાહ એને અન્ય વરિષ્ઠ અધિકારી હાજર હતા.

ટૉચના સુરક્ષા અધિકારીઓએ ગૃહ મંત્રી અને રક્ષા મંત્રીને એલઓસી અને આતંરરાષ્ટ્રીય સરહદ (આઇબી) પર પાકને જવાબ આપવા માટે ઉઠાવવામાં આવેલા પગલા અંગે જાણકારી આપી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર સરહદ પર સ્થિતિને લઇને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી પ્રવક્તા ક.એસ.ધતવાલિયાએ બેઠકને નિયમિત સમિક્ષા બેઠક ગણાવી હતી.