Congress Steering Committee Meeting: કોગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ Congress Steering Committee ની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે તમામ પદાધિકારીઓને પોતપોતાના જિલ્લાનો હિસાબ આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં લોકો માટે કામ કરવું પડશે. આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, અશોક ગેહલોત સહિત અનેક મોટા નેતાઓ સામેલ થયા હતા.
બેઠકમાં પાર્ટીને લગતા ઘણા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જેમાં ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ 'હાથ સે હાથ જોડો અભિયાન' શરૂ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે પ્રિયંકા ગાંધીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
શું છે કોંગ્રેસની યોજના?
ખડગેના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ સ્ટીયરિંગ કમિટીની આ પ્રથમ મોટી બેઠક હતી. આ બેઠક બાદ જણાવવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરીની આસપાસ ભારત જોડો યાત્રા શ્રીનગર પહોંચશે. આ પછી 26 જાન્યુઆરીથી 'હાથ સે હાથ જોડો અભિયાન'ની અભિયાન શરૂ કરવામાં આવશે. બે મહિના સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત બ્લોક કક્ષાએ પ્રવાસ, જિલ્લા કક્ષાએ સંમેલન અને રાજ્ય કક્ષાએ સંમેલન કરવામાં આવશે. જેમાં ભારત જોડો યાત્રાનો સંદેશો અને મોદી સરકાર સામેની ચાર્જશીટ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમોમાં ખડગે સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ ભાગ લેશે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે પ્રિયંકા ગાંધી દરેક રાજ્યમાં મહિલા માર્ચનું નેતૃત્વ કરશે.