કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા કહ્યું કે રાહુલ ગાંધીએ આ પ્રકારનું કોઈ નિવેદન નથી આપ્યું. થોડી વાર બાદ કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું હું મારુ ટ્વિટ પરત લઈ રહ્યો છું કારણ કે રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે મારી સાથે વાત કરી. ગુલામ નબી આઝાદે પણ ટ્વિટ કરી કહ્યું રાહુલ ગાંધીએ ક્યારેય નથી કહ્યું, ન તો કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અને બહાર કે આ પત્ર ભાજપ સાથે મિલીભગતમાં લખવામાં આવ્યો હતો.
બેઠકમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ રાહુલ ગાંધીએ આ આરોપનો જવાબ આપ્યો, જેમાં તેમણે ભાજપની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિબ્બલે કહ્યું, 'મે રાજસ્થાન હાઈકોર્ટમાં પાર્ટીનો બચાવ કર્યો. મણિપુરમાં ભાજપથી પાર્ટીનો બચાવ કર્યો. છેલ્લા 30 વર્ષમાં ક્યારેય કોઈપણ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન નથી આપ્યું. છતાં પણ અમે ભાજપ સાથે મળેલા છીએ.'
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીમાં નેતૃત્વના મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે જ્યારે પાર્ટી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિરોધી તાકત સામે લડી રહી હતી અને સોનિયા ગાંધી બીમર હતા એવા સમયે પત્ર કેમ લખવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સીડબ્લ્યૂસી બેઠકમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું કે પત્ર લખનારા નેતાઓ ભાજપની સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે.
મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, કેપ્ટન અમરિંદર સિંહ સહિત અન્ય કૉંગ્રેસ નેતા કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ થયા હતા.