નવી દિલ્હીઃ પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસની ન્યૂનમત આવક ગેરંટી સ્કિમ પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીના આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસ કહ્યું કે, પીએમ મોદીએ ગરીબોની મજાક ઉડાવી છે.


કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, વડાપ્રધાને ગરીબોની મજાક ઉડાવી છે. આ પહેલા પણ તેઓ નોટબંધીમાં આવું કરી ચુક્યા છે. કોંગ્રેસને ગાળ આપો પણ દેશના ગરીબની પેટ પર લાત ન મારો. ગરીબોને વાર્ષિક 72,000 રૂપિયા આપવાનો વિરોધ કરવો દેશના વડાપ્રધાનને શોભતું નથી. દેશના ગરીબોની માફી માંગવી જોઈએ.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આજે પૂરા દેશને પીએમે શરમજનક સ્થિતિમાં મૂક્યો છે. તેમણે સપા-આરએલડી-બસપાની તુલના શરાબ સાથે કરી. શું રાજનીતિમાં પ્રધાનમંત્રીએ આવી ભાષા વાપરવી જોઈએ. તમે અમારી રાજનીતિનો વિરોધ કરો, પરંતુ તમારી પાસે ગાળ સિવાય કશું નથી. તમે લોકતંત્રની મજાક ઉડાવી છે.

જયા પ્રદાના BJPમાં જોડાવા પર SPના નેતાએ કહ્યું- હવે રામપુરની રાતો રંગીન થઈ જશે, લોકો પણ લેશે મજા

સપા-આરએલડી-બસપાને મોદીએ ગણાવી ‘શરાબ’, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ

જે કામ કર્યું છે તેનો હિસાબ આપીશ અને સાથે સાથે બીજાનો હિસાબ પણ લઈશઃ મોદી