Punjab Election 2022: પંજાબમાં બે બેઠકો પરથી ચૂંટણી લડશે મુખ્યમંત્રી ચન્ની, કોગ્રેસે જાહેર કરી આઠ ઉમેદવારોની અંતિમ યાદી

નોંધનીય છે કે કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

Continues below advertisement

Punjab Election 2022: CM ચન્ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસે 8 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી હતી.  મુખ્યમંત્રી ચન્ની બે બેઠકો પરથી ચૂંટણી લડશે. ચમકૌર સાહિબ ઉપરાંત આ વખતે તેઓ ભદૌરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસે રવિવારે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બે બેઠકો પરથી ચન્નીને ચૂંટણી જંગમાં ઉતારવાની તૈયારીઓ કરવામાં આવી છે.  કોંગ્રેસે પવન કુમાર બંસલના પુત્ર મનીષ બંસલને બરનાલાથી ટિકિટ આપી છે.

Continues below advertisement

નોંધનીય છે કે કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભદૌરથી ચરણજીત સિંહ ચન્ની, અટારીથી તરસેમ સિંહ, ખેમ કરનથી સુખપાલ, નવાશહરથી સતબીર સિંહ, લુધિયાણા દક્ષિણ વિધાનસભા બેઠકથી ઈશ્વરજોત સિંહ ચીમા, જલાલાબાદથી મોહન સિંહ, બરનાલાથી મનીષ બંસલ અને પટિયાલાથી વિષ્ણુ શર્માના નામ જાહેર કરવામાં આવ્યા છે.  રવિવારે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમૃતસરમાં ભગવંત માન સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો સરકારી ઓફિસોમાં નેતાઓની તસવીરો હટાવીને ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરની તસવીરો લગાવવામાં આવશે.

 

Kia Carens Petrol Review: 7 સીટર સેલ્ટોસથી ખૂબ આગળની કાર છે કિયા કેરેન્સ, વાંચો રિવ્યૂ

અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ?

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

 

Continues below advertisement
Sponsored Links by Taboola