Congress UP Election Candidates List: કોંગ્રેસે યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે, જેમાં કુલ 61 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી 24 મહિલાઓ છે. કોંગ્રેસે બિલાસપુરથી શિખા પાંડે, શ્રી નગરથી ચાંદની, ધૌરહરાથી જીતેન્દ્રી દેવી, બિસ્વાનથી વંદના ભાર્ગવ, સારેનીથી સુધા દ્વિવેદી, કૈમગંજથી શકુનલતા દેવી, ભોજપુરથી અર્ચના રાઠોડ, કન્નૌજથી વિનિતા દેવી, ગોવિંદનગરથી કરિશ્મા ઠાકોરને ટિકીટ આપી છે.
બીજી તરફ હમીરપુરથી રાજકુમારી, નારાયણીથી પવન દેવી કોરી, આયાહ શાહથી હેમલતા પટેલ, અયોધ્યાથી રીટા મૌર્ય, કૈસરગંજથી ગીતા સિંહ, તરબગંજથી સવિતા પાંડે, મનકાપુરથી કમલા સિસોદિયા, ખલીલાબાદથી સાબિહા ખાતૂન, સાલેમપુરથી દુલારી દેવી, રસારાથી ડો.ઓમલતા, બૈરિયાથી સોનમ બિંદ, બદલાપુરથી આરતી સિંહ, મરીહાનથી ગીતા દેવી, ઘોરાવળથી વિદેશ્વરી સિંહ રાઠોડને ટિકિટ મળી છે. આ વખતે કોંગ્રેસે 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.
ત્રિપલ તલાકથી ચર્ચામાં આવેલી નિદા ખાન ભાજપમાં થઈ સામેલ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલુ છે.. બરેલીના મૌલાના તૌકીર રઝાની પુત્રવધૂ નિદા ખાન રવિવારે ભાજપમાં જોડાઈ છે. આ દરમિયાન તેણીએ કહ્યું કે તે ભાજપના કામથી ખૂબ પ્રભાવિત છે. તેથી જ તેઓ ભાજપમાં જોડાયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, 'ત્રિપલ તલાક જેવી બાબતો પર ભાજપ દ્વારા કરવામાં આવેલ કામ પ્રશંસનીય છે. મારા સસરા જે પણ કહે પણ આ મારો અંગત નિર્ણય છે. મુસ્લિમ મહિલાઓ ચોક્કસપણે ભાજપને સમર્થન આપશે. મહિલાના સશક્તિકરણ અને તમામ ધર્મો માટે હું કામ કરવા માંગુ છું. નિદા ખાન સિવાય સમાજવાદી પાર્ટીના નેતા શિવચરણ પ્રજાપતિ સહિત બીએસપી અને કોંગ્રેસના નેતા પણ ભાજપમાં સામેલ થયા હતા.
ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન
- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન
- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન
- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન
- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન
- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન
- 10 માર્ચે પરિણામ