UP Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલુ છે.. બરેલીના મૌલાના તૌકીર રઝાની પુત્રવધૂ નિદા ખાન રવિવારે ભાજપમાં જોડાઈ છે. આ દરમિયાન તેણીએ કહ્યું કે તે ભાજપના કામથી ખૂબ પ્રભાવિત છે. તેથી જ તેઓ ભાજપમાં જોડાયા છે.


તેમણે વધુમાં કહ્યું કે, 'ત્રિપલ તલાક જેવી બાબતો પર ભાજપ દ્વારા કરવામાં આવેલ કામ પ્રશંસનીય છે. મારા સસરા જે પણ કહે પણ આ મારો અંગત નિર્ણય છે. મુસ્લિમ મહિલાઓ ચોક્કસપણે ભાજપને સમર્થન આપશે.  મહિલાના સશક્તિકરણ અને તમામ ધર્મો માટે હું કામ કરવા માંગુ છું. નિદા ખાન સિવાય સમાજવાદી પાર્ટીના નેતા શિવચરણ પ્રજાપતિ સહિત બીએસપી અને કોંગ્રેસના નેતા પણ ભાજપમાં સામેલ થયા હતા.


નિદા ખાન આલા હઝરત પરિવારની વહુ રહી છે


નિદા ખાનના લગ્ન આલા હઝરત પરિવારના મૌલાના ઉસ્માન રઝા ખાન ઉર્ફે અંજુમ મિયાંના પુત્ર શીરાન રઝા ખાન સાથે થયા હતા. મૌલાના ઉસ્માન IMC ચીફ મૌલાના તૌકીર રઝા ખાનના મોટા ભાઈ છે. આ કારણે નિદા ખાન મૌલાના તૌકીરની પુત્રવધુ પણ હતી. નિદાએ લગભગ એક વર્ષમાં જ શીરાનથી છૂટાછેડા લઈ લીધા. મામલો ટ્રિપલ તલાકનો બન્યો. આ માટે નિદાએ લાંબી લડાઈ લડી. તેમનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.




ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ