નવી દિલ્હી: કૉંગ્રેસ પાર્ટી આજે પોતાનો 135મો સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. કોંગ્રેસ સ્થાપના દિવસ પર દિલ્હીમા પાર્ટી મુખ્યાલય પર સોનિયા ગાંધીએ ધ્વજ લહેરાવ્યો હતો. સ્થાપના દિવસ પર કૉંગ્રેસમાં નાગરિકતા કાયદાનો મુદ્દો છવાયેલો રહ્યો. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ સીએએ અને એનઆરસીને બીજી નોટબંધી ગણાવી હતી.


રાહુલ ગાંધીએ કહ્યું, સીએએ અને એનઆરસી નોટબંધી નંબર 2 છે. આ જે મામલો ચાલી રહ્યો છે તે નોટબંધી જેવો છે જેમાં ગરીબ લોકોને લાઈનમાં ઉભા રાખવા માંગે છે. આમા કોઈ અમીર લાઈનમાં નહી ઉભા રહે કારણ કે તેઓ તેમના મિત્રો છે. ડિટેન્શન સેન્ટરને લઈને રાહુલ ગાંધીએ કહ્યું, તમે મારૂ ટ્વિટ જોયુ હશે તેમા મોદીજીનું ભાષણ સાંભળ્યું હશે હવે તેમે નક્કી કરો કોણ ખોટું છે.


કૉંગ્રેસ પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. કૉંગ્રેસ નાગરિકતા કાયદાના વિરૂદ્ધમાં દેશના તમામ રાજ્યોની રાજધાનીમાં આજે પોતાના સ્થાપના દિવસ પર સંવિધાન બચાઓ-ભારત બચાઓ રેલીનો આયોજન કર્યું છે.

દિલ્હીમાં ભારત બચાઓ રેલીની સફળતા બાદ અલગ-અલગ રાજ્યોમાં આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલી દરમિયાન કૉંગ્રેસ નાગરિકતા કાયદા અને વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સહિત સામાન્ય જનતાને પ્રભાવિત કરતા મુદ્દાઓ ઉઠાવશે.

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે પાર્ટીના સ્થાપના દિવસ પર ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં રહેશે. સ્થાપના દિવસ પર આયોજીત વિશેષ કાર્યક્રમમાં તે મુખ્ય મહેમાન તરીકે સામેલ થશે. આ કાર્યક્રમ લખનઉ સ્થિત પાર્ટી ઓફિસમાં થશે. સીએએની વિરૂદ્ધમાં યૂપીમાં છેલ્લા ઘણા દિવસોમાં હિંસા થઈ અને ઘણા લોકોના મોત થયા છે, એવામાં પ્રિયંકા પીડિતોના પરિવારજનોને મળવા જઈ શકે છે.